]>
<Text id="1">પ્રસ્તાવના</Text>
"ફાઈલ" મેનુમાંથી "બહાર નીકળો" વિકલ્પ પસંદ કરીને ગ્રંથપાલ ઇન્ટરફેસ પ્રોગ્રામમાંથી બહાર નીકળો. તમારા સંગ્રહ પ્રથમ સાચવવામાં આવશે.
<Text id="12">આ પ્રલેખને વાંચવાનું કેવી રીતે ટાળવું </Text>
જો વધારે ફાઈલો પસંદ કરેલ હોય તો ટેબલ તૈયાર કરવામાં અમુક સમય લાગી શકે છે. જ્યારે "તમામ મેટાડેટા' વિન્ડો ખુલ્લી હોય ત્યારે તમો લાઇબ્રેરીયન ઇન્ટરફેશનો અવિરત ઉપયોગ કરી શકો છો. જયારે તે ખુબજ વિસ્તાર પામે ત્યારે કોલમ્સ ફિલ્ટરના ઉપયોગ દ્વારા "બધા જ મેટાડેટા" ટેબલને ફિલ્ટર કરી શકો છો. જેવા નવા ફિલ્ટર ઉમેરવામાં આવે તે સંજોગોમાં માત્ર એ જ રો તેને મેચ કરશે જે બાકી રહેતા હોય.ફિલ્ટર સેટ કરવા, સુધારવા અથવા રદબાતલ કરવા કોલમની ઉપરના ભાગે આપેલ "ગળણી" જેવા દેખાતા આઈકોન પર ક્લિક કરો. તમારે ફિલ્ટર પસંદ કરવું પડશે. એકવખત ફિલ્ટર સેટ થઈ જાય તરત જ કોલમ હેડર કલર બદલશે. ફિલ્ટર પ્રોમ્પ્ટમાં "સિમ્પલ" અને "એડવાન્સ" ટેબ હોય છે. સિમ્પલ વર્જન કોલમને ફિલ્ટર કરે છે જેથી તે એ જ રો બતાવે છે કે જેમાં કોઈ ચોક્કસ મેટાડેટા વેલ્યુ હોય ("*" તમામ વેલ્યુ મેચ કરે છે). પુલ-ડાઉન યાદીમાંથી તમો મેટાડેટા વેલ્યુ પસંદ કરી શકો છો. એડવાન્સ વર્જન વિવિધ મેચિંગ ઓપરેશન્સ દર્શાવે છે: જેમ કે શરુઆત આનાથી જ થવી જોઈએ, આ એની સાથે હોવું જોઈએ નહિ, વર્ણાનુક્રમે કા તો આના કરતા ઓછા અથવા સરખા હોવા જોઈએ. કોઈપણ સ્ટ્રીંગ હોય જે વેલ્યુ મેચ થવાની છે તેમાં સુધારા વધારા કરી શકાય, અને જો મેચિંગ કેસ ઇન્સેન્સિટીવ (નાના અથવા મોટા મૂળાક્ષરો માંથી કોઈપણ મૂળાક્ષરોનો ઉપયોગની સ્વીકૃતિ) હોય તો પણ તમો તેને પસંદ કરી શકો છો. અંતમાં, બીજી મેચિંગ શરત તમો નક્કી કરી શકો છો કે જેનો ઉપયોગ રેન્જ વેલ્યુ નક્કી કરવા માટે ('અને' પસંદ કરીને) અથવા વૈકલ્પિક વેલ્યુ ('અથવા' પસંદ કરીને) પસંદ કરવા કરી શકો છો. આ જગ્યાની નીચે એક બોક્ષ છે જેનાથી સોર્ટ ક્રમ બદલી શકાય છે (ચડતા ક્રમ કે ઉતરતા ક્રમમાં). એક વખત આ ક્રિયા પૂર્ણ થયા બાદ કોલમમાં નવું ફિલ્ટરનો ઉપયોગ કરવા માટે 'ફિલ્ટર સેટ કરો" પર ક્લિક કરો. હાલ અસ્તિત્વમાં રહેલ ફિલ્ટરને દુર કરવા "ફિલ્ટર સાફ કરો" પર ક્લિક કરો. યાદ રાખો, એકવખત ફિલ્ટર સાફ કર્યા બાદ ફિલ્ટરની વેલ્યુ મૂળ સ્થિતિમાં પરત મેળવી શકાય છે. દા:ત "બધાજ મેટાડેટા" ટેબલ સોર્ટ કરવા, કોલમ પસંદ કરો, ડિફોલ્ટ સેટિંગ (સિમ્પલ ફિલ્ટર ચાલુ "*"), અને ચડતો ક્રમ અથવા ઉતરતો ક્રમ પસંદ કરો.
<Text id="104">અગાઉ નક્કી કરેલ મેટાડેટાને ઈમ્પોર્ટ કરો.</Text> અગાઉ નક્કી કરેલ મેટાડેટાને ઈમ્પોર્ટ કેવી રીતે કરવા તેનું વર્ણન આ વિભાગમાં દર્શાવવામાં આવ્યું છે: સંગ્રહમાં પ્રલેખો ઉમેરવામાં આવે તે પહેલા પ્રલેખ સાથે મેટાડેટા નક્કી કરવામાં આવે છે. જો કોઈ પ્રલેખને લાઈબ્રેરીયન ઇન્ટરફેસ દ્વારા ઓળખવામાં આવેલ સ્વરૂપમાં કેટલાક મેટાડેટા હોય (એટલે કે metadata.xml ફાઈલમાં પ્રલેખ તરીકે સમાન ફોલ્ડરમાં) – ઉદાહરણ તરીકે, જયારે તમો પ્રવર્તમાન ગ્રીનસ્ટોન સંગ્રહમાંથી પ્રલેખો પસંદ કરો – જયારે તમો (નવા) સંગ્રહમાં પ્રલેખને ઉમેરો છો તે આપોઆપ ઈમ્પોર્ટ થાય છે. ગ્રીનસ્ટોન metadata.xmlને ઓળખશે (જે સંગ્રહમાં ઉમેરવાની જરૂર નથી), અને મેટાડેટાને આપોઆપ ઈમ્પોર્ટ કરવાનો પ્રયત્ન કરશે. મેટાડેટા ઈમ્પોર્ટ કરવા માટે, સંગ્રહમાં ઉપલબ્ધ મેટાડેટા સેટ્સ સાથે મેટાડેટાને મેપ કરવું આવશ્યક છે. લાઈબ્રેરિયન ઇન્ટરફેસ જરૂરી માહિતી માટે સક્રિય બને છે. પ્રોમ્પ્ટ સંક્ષિપ્ત સૂચનાઓ આપે છે અને પછી મેટાડેટા ઘટકનું નામ દર્શાવે છે, જેવી રીતે તે સોર્સ ફાઈલમાં દેખાય છે તે રીતે ઈમ્પોર્ટ કરવામાં આવે છે. આ ફિલ્ડને સુધારી કે તેમાં ફેરફાર કરી શકાતું નથી. ત્યારબાદ નવા એલિમેન્ટ કયા મેટાડેટા સેટ સાથે મેપ થવા જોઈએ તે તમો પસંદ કરો, અને યોગ્ય મેટાડેટા એલિમેન્ટ તે સેટ માં પસંદ કરો. નવા મેટાડેટા માટે સેટ અને એલિમેન્ટના સંદર્ભમાં સિસ્ટમ આપોઆપ સોથી નજીકની મેચને પસંદ કરે છે. મેપિંગને ચેક કરવાથી, તમે પસંદ કરેલા મેટાડેટા સેટમાં નવા મેટાડેટા એલિમેન્ટ ને ઉમેરવા માટે "ઉમેરો" વિકલ્પ પસંદ કરી શકો છો. (આ ફક્ત ત્યારે જ સક્રિય બને જયારે પસંદ કરેલ સેટમાં આ નામનો કોઈ જ એલિમેન્ટ ન હોય). "મર્જ કરો" વિકલ્પ ઉપભોક્તા દ્વારા પસંદ કરાયેલા નવા એલિમેન્ટને મેપ કરે છે. છેલ્લે, "અવગણો" વિકલ્પ આ એલિમેન્ટ નામ સાથે કોઈપણ મેટાડેટાને ઈમ્પોર્ટ કરતું નથી. એકવાર તમે મેટાડેટાના ચોક્કસ ભાગને કેવી રીતે ઈમ્પોર્ટ કરવા તે નિર્દિષ્ટ કર્યા પછી, મેપિંગ માહિતી સંગ્રહ સાથે આજીવન રહે છે. ગ્રીનસ્ટોન મેટાડેટાને સંગ્રહિત કરવા માટે metadata.xml ફાઇલોનો ઉપયોગ કરે છે તે metadata.xml ફાઇલો વિગતો માટે, જુઓ ગ્રીનસ્ટોન ડેવલોપરની માર્ગદર્શિકા પ્રકરણ 2 - તમારા પ્રલેખોમાંથી સૌથી વધુ મેળવો
<Text id="110">તમારા સંગ્રહને કન્ફિગર કરો </Text> એકવાર તમારી ફાઇલોને મેટાડેટા સાથે ચિહ્નિત કર્યા પછી, તમે આગળ નક્કી કરો કે અંતિમ ઉપભોકતાઓ દ્વારા પ્રલેખોનો એક્સેસ કેવી રીતે કરાવવો જોઈએ. કઈ પ્રકારની માહિતી શોધી શકાય છે? પ્રલેખોને બ્રાઉઝ કરવા માટે કઈ રીતો પ્રદાન કરવામાં આવે છે? આ બાબતો કસ્ટમાઇઝ કરી શકાય છે; તે કેવી રીતે કસ્ટમાઇઝ કરવી તે આ વિભાગ વર્ણવે છે.
<Text id="112">ડિઝાઈન વ્યુ</Text> આ વિભાગ તમને ડિઝાઇન વ્યુ અંગેનો પરિચય આપે છે અને આ પેન (pane) અંતર્ગત વિવિધ વ્યુ વચ્ચે કેવી રીતે નેવિગેટ કરવું તે સમજાવે છે. પ્રલેખો કેવી રીતે પ્રોસેસ થાય છે અને ઉપભોક્તા દ્વારા સંગ્રહનો એક્સેસ કેવી રીતે કરવામાં આવે છે તે તમો ગ્રંથપાલ ઇન્ટરફેસ દ્વારા કન્ફીગ્યુર કરી શકો છો. કન્ફીગ્યુર વિકલ્પોને વિવિધ વિભાગોમાં વિભાજિત કરવામાં આવે છે, દરેક વિભાગ સંગ્રહ કસ્ટમાઇઝેશનના ચોક્કસ તબક્કા સાથે સંકળાયેલા છે. ડાબી બાજુ પર જુદાં જુદાં વ્યુની સૂચિ છે, અને જમણી બાજુ નિયંત્રણો છે જે વર્તમાન વ્યુ સાથે સંકળાયેલ છે. અલગ વ્યુ બદલવા માટે, સૂચિમાં તેના નામ પર ક્લિક કરો. સંગ્રહને ડિઝાઇન કરવાના તબક્કા અને શરતોને સમજવા માટે, પહેલા ગ્રીનસ્ટોન ડેવલપરની માર્ગદર્શિકાના પ્રકરણ 1 અને 2 વાંચો.
<Text id="121">પ્રલેખ પ્લ્ગીન્સ </Text> સંગ્રહ દ્વારા ઉપયોગમાં લેવાતા ડોક્યુમેન્ટ પ્લગીન્સને કન્ફ્યુંગર કેવી રીતે કરવા તેનું આ વિભાગમાં વર્ણન કરવામાં આવે છે. કયા પ્લગીન્સનો ઉપયોગ કરવો, કયા પેરામીટર્સનો તેના પર ઉપયોગ કરવો, અને તે કયા ક્રમમાં ગોઠવાય છે તેની સમજણ આ વિભાગ આપે છે. "ડિઝાઇન" ટેબ હેઠળ, "પ્રલેખ પ્લગીન્સ" ને ક્લિક કરો. પ્લગઈન ઉમેરવા માટે "ઉમેરવા માટે પ્લગઈન પસંદ કરો"ના વિકલ્પમાં સૂચીમાં નીચેની તરફ જાવ અને યોગ્ય પ્લગઈન પસંદ કરી “પ્લગઈન ઉમેરો” પર ક્લિક કરો. ત્યારબાદ એક વિન્ડો જેનું નામ “આર્ગ્યુંમેન્ટસને કન્ફિગર કરી રહ્યા છે” દેખાય છે; તે વિન્ડોનું વર્ણન પછીથી આપવામાં આવ્યું છે. એકવાર તમો નવા પ્લગઈનને કન્ફિગર કરો, ત્યારબાદ તેનો "અસાઇન કરેલ પ્લગઇન્સ" સૂચિમાં સમાવેશ થાય છે. સામાન્ય રીતે, "અસાઇન કરેલ પ્લગઇન્સ"માં દરેક પ્લગઇનને એકજ વખત દર્શાવ્યું હશે. જો કે, તમે એક સમાન પલ્ગઇનને એકથી વધુ વાર ઉમેરી શકો છો; તે કિસ્સામાં, એક સમાન પલ્ગઇનને એકથી વધુ વાર દર્શાવીને દરેક પલ્ગઇનને જુદી રીતે કન્ફીગ્યુર કરી ઉપયોગી પરિણામ મેળવી શકાય છે (ઉદાહરણ તરીકે process_exp આર્ગ્યુંમેન્ટને સેટ કરીને ઉપયોગી પરિણામ મેળવવું, જુઓ http://wiki.greenstone.org/wiki/gsdoc/tutorial/en/enhanced_pdf.htm). પ્લગઇનનું ટૂંકું વર્ણન જોવા માટે, તેને "ઉમેરવા માટે પ્લગઇન પસંદ કરો" પુલ-ડાઉન સૂચિમાંથી જે તે પ્લગઇન પસંદ કરો, પછી તે પ્લગઇન પર માઉસ રાખો. વર્ણન પ્રદર્શિત કરતી ટૂલ-ટિપ દેખાશે. પ્લગઇન દૂર કરવા માટે, તેને સૂચિમાંથી પસંદ કરો અને "પ્લગઇન દૂર કરો"ને ક્લિક કરો. આર્ગ્યુંમેન્ટસને પ્રદાન કરીને પ્લગઇન્સને કન્ફીગ્યુર કરવામાં આવે છે. તેમને બદલવા માટે, સૂચિમાંથી પ્લગઇન પસંદ કરો અને "પ્લગઇન કન્ફીગ્યુર કરો" પર ક્લિક કરો (અથવા પ્લગઇનને ડબલ ક્લિક કરો). આર્ગ્યુંમેન્ટસને સ્પષ્ટ કરતા વિવધ કંટ્રોલ્સ સાથેની “આર્ગ્યુંમેન્ટસને કન્ફિગર કરી રહ્યા છે” નામની વિન્ડો દેખાય છે. અહી વિવિધ પ્રકારના નિયંત્રણો છે. કેટલાક ચેકબોક્સ છે, અને કોઈ એક ચેકબોક્સને ક્લિક કરવાથી પ્લગઇનમાં યોગ્ય વિકલ્પનો ઉમેરો થાય છે. ચેકબૉક્સ અને ટેક્સ્ટ ફીલ્ડ સાથે અન્ય ટેક્સ્ટ સ્ટ્રિંગ્સ છે. આર્ગ્યુંમેન્ટને સક્રિય બનાવવા બૉક્સને ક્લિક કરો, પછી બૉક્સમાં યોગ્ય ટેક્સ્ટ (નિયમિત એક્સપ્રેશન, ફાઇલ પાથ વગેરે) લખો. કેટલાક પુલ-ડાઉન મેનુઓ છે, જ્યાંથી તમે નક્કી કરેલ કેટલીક વેલ્યુ પસંદ કરી શકો છો. આર્ગ્યુંમેન્ટ શું કરે છે તે શીખવા માટે, ચાલો એક ક્ષણ માટે માઉસ તેના નામ પર ફેરવો અને તમોને આર્ગ્યુંમેન્ટનું વર્ણન દેખાશે. જ્યારે તમો કન્ફીગ્યુંરેશન બદલો છો, તો ફેરફારોની અસર ચકાસવા માટે "બરાબર" પર ક્લિક કરો અને ડાયલોગ બંધ કરો, અથવા કોઈપણ પ્લગઇન આર્ગ્યુંમેન્ટસમાં ફેરફાર કર્યા વગર ડાયલોગ બંધ કરવા "રદ કરો" પર ક્લિક કરો. સૂચિમાં પ્લગઇન્સ ક્રમ મુજબ એક્સિક્યૂટ કરવામાં આવે છે, અને તેનો ક્રમ કેટલીક વખત મહત્વપૂર્ણ છે. સૂચિમાંથી પ્લગઇન પસંદ કરો અને સૂચિમાં તેની જગ્યા બદલવા અને બટન્સનો ઉપયોગ કરો.
<Text id="117">સામાન્ય</Text> તમારા સંગ્રહ સાથે સંકળાયેલ સામાન્ય સેટિંગ્સની સમીક્ષા અને તેમાં ફેરફાર કેવી રીતે કરવો તે આ વિભાગ સમજાવે છે. પહેલા, "ફોર્મેટ" ટેબ હેઠળ, "સામાન્ય" પર ક્લિક કરો. અહીં કેટલાક સંગ્રહ પ્રમાણેના મેટાડેટા સેટ કરી શકાય અથવા તેમાં સુધારા કરી શકાય, જેમાં નવો સંગ્રહ શરૂ કરતી વખતે દાખલ કરેલા શીર્ષક અને વર્ણનનો સમાવેશ થાય છે. પ્રથમ સંગ્રહના સર્જક અને જાળવનારના સંપર્ક ઇમેઇલ સરનામાંઓ છે. નીચેનું ફિલ્ડ તમને સંગ્રહનું શીર્ષક બદલવા માટે પરવાનગી આપે છે. સંગ્રહ જે ફોલ્ડરમાં સંગ્રહિત છે તે ફોલ્ડર તેની પછી તરત બતાવવામાં આવે છે, પરંતુ આ ફોલ્ડર બદલી શકાશે નહીં. ત્યારબાદ, એક આઈકન જે સંગ્રહના “વિશે” પેજ (URLના સ્વરૂપમાં હોય છે)ને ડાબી બાજુ ટોચના ભાગે દર્શાવે છે, તેના પછી એક આઈકન જેનો ઉપયોગ ગ્રીનસ્ટોન ગ્રંથાલય પેજમાં સંગ્રહને લિંક કરવા માટે કરવામાં આવ્યો છે. ત્યારબાદ એક ચેકબોક્સ છે જેનું કામ સંગ્રહ સાર્વજનિક રૂપે ઍક્સેસિબલ થાય તે નિયંત્રિત કરવાનું છે. માં વર્ણવ્યા મુજબ, છેલ્લે "સંગ્રહ વર્ણન" ટેક્સ્ટ વિસ્તાર આવે છે.